599 | GEN 24:7 | આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, 'આ દેશ હું તારા સંતાનને આપીશ,' તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે. |
606 | GEN 24:14 | ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, 'કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,' ત્યારે તે મને એમ કહે કે, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,' તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.” |
882 | GEN 31:8 | તેણે કહ્યું હતું કે, 'છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,' પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં. |
938 | GEN 32:10 | યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, 'તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,' |
1844 | EXO 12:27 | ત્યારે તમે સમજાવજો કે, 'એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,' કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું. |
2475 | EXO 33:1 | યહોવાહે મૂસાને કહ્યું, “તું અહીંથી જા અને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને સમ ખાઈને કહ્યું, 'તારા સંતાનને હું તે આપીશ,' તે દેશમાં જા. |
2486 | EXO 33:12 | મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, 'આ લોકોને દોરી લઈ જાઓ,' પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, 'હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.' |
2949 | LEV 8:31 | તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, 'હારુન તથા તેના પુત્રો તે ખાય,' તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ. |
4137 | NUM 14:28 | તેઓને કહે કે, 'હું જીવિત છું,' જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ; |
7520 | 1SA 14:10 | પણ જો તેઓ કહેશે, 'અમારી પાસે ઉપર આવો,' તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે.” |
7739 | 1SA 20:7 | જો તે કહે કે, 'તે સારું છે,' તો તારા દાસને શાંતિ થશે. પણ જો તે ઘણો ગુસ્સે થાય, તો જાણજે કે તેણે ખરાબ કામ કરવાનો નિશ્ચય કર્યો છે. |
7754 | 1SA 20:22 | “પણ જો હું તે જુવાન માણસને કહું કે, 'જો, બાણો તારી પેલી તરફ છે,' તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે. |
8143 | 2SA 5:8 | યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, “સૈનિકો તે પાણીના નાળામાં થઈને ઉપર ચઢી જાઓ, 'અંધ તથા અપંગ,' યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે.” તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે, “અંધ તથા અપંગ' તે રાજમહેલમાં આવી શકતા નથી.” |
8348 | 2SA 13:28 | આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, 'આમ્નોન પર હુમલો કરો,' ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.” |
8418 | 2SA 15:26 | પણ જો તે એમ કહે કે, 'હું તારા પર પ્રસન્ન નથી,' તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.” |
8575 | 2SA 20:18 | પછી તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો એમ કહેતા હતા, 'લોકો આબેલમાં નિશ્ચે સલાહ પૂછશે,' તેની સલાહથી તેમની વાતનો અંત આવતો હશે. |
8750 | 1KI 1:30 | જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, 'મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,' તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ.” |
9354 | 1KI 18:10 | તારા ઈશ્વર યહોવાહના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું, 'એલિયા અહીં નથી,' ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. |
9358 | 1KI 18:14 | અને હવે તું કહે છે, 'જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,' આથી તે મને મારી નાખશે.” |
9909 | 2KI 14:9 | પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, “લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના એરેજવૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, “મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,' પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો. |
10050 | 2KI 18:22 | પણ જો તમે એવું કહો કે, 'અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,' તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, 'તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?' |
11409 | 2CH 10:9 | તેણે યુવાનોને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, 'તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,' હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?” |
12253 | EZR 9:11 | જયારે તમે કહ્યું કે,' જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુધ્ધિથી ભરેલો છે. ત્યારે ઈશ્વરે, તેમના સેવકો, પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે, |
13025 | JOB 7:13 | જ્યારે હું એમ કહું છું કે, 'મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,' |
13329 | JOB 19:28 | જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,' કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,' |
13678 | JOB 33:24 | અને તે દૂત તેેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે, 'આ માણસને કબરમાં જતાં અટકાવો; કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,' |
13705 | JOB 34:18 | ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,' અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?' |
17881 | ISA 8:4 | કેમ કે બાળક રડતાં શીખે તે પહેલા, 'મારા પિતા' અને 'મારી મા,' એમ કહેવાની સમજણ આવશે તે પહેલાં દમસ્કસની સંપત્તિ અને સમરુનની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.” |
18303 | ISA 30:16 | ઊલટું તમે કહ્યું, 'ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે. |
18418 | ISA 36:18 | 'યહોવાહ આપણને છોડાવશે,' એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે? |
18530 | ISA 41:9 | હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, 'તું મારો સેવક છે,' મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી. |
18743 | ISA 50:11 | જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, 'મારા હાથથી,' 'આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.' |
18974 | ISA 65:8 | આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, ત્યારે કોઈ કહે છે, 'તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,' તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. |
18996 | ISA 66:5 | જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: “તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, 'યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,' પણ તેઓ લજ્જિત થશે. |
19139 | JER 5:12 | 'તે સત્ય નથી,' તેમ કહીને તેઓએ મારો નકાર કર્યો છે. અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે તરવાર જોઈશું નહિ. |
19591 | JER 23:38 | પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી 'એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,' |
19679 | JER 27:14 | જે પ્રબોધકો તમને એમ કહે છે કે, 'તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ,' તેમની વાત તમારે સાંભળવી નહિ. તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. |
19726 | JER 29:22 | અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, 'તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,' એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.' |
19855 | JER 33:11 | હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,' એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે. |
20700 | EZK 9:9 | તેમણે મને કહ્યું: “ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે 'યહોવાહે દેશને છોડી દીધો છે,' 'યહોવાહ જોતા નથી.' |
22197 | HOS 2:25 | હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ. જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે, 'તમે મારા લોકો છો,' અને તેઓ કહેશે, 'તમે અમારા ઈશ્વર છો.”' |
22354 | HOS 14:4 | આશૂર અમને બચાવી શકશે નહિ; અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, 'કે તમે અમારા દેવો છો,' કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.” |
22928 | HAG 2:4 | હવે, યહોવાહ કહે છે, હે ઝરુબ્બાબેલ, બળવાન થા' યહોસાદાકના દીકરા હે યહોશુઆ, પ્રમુખ યાજક, 'બળવાન થા;' યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો!' તમે બળવાન થાઓ- 'અને કામ કરો કેમ કે હું તમારી સાથે છું,' આ સૈન્યોના યહોવાહ કહે છે. |
22997 | ZEC 4:6 | તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: 'બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,' સૈન્યોના યહોવાહ કહે છે,” |
23009 | ZEC 5:4 | સૈન્યોના યહોવાહ કહે છે, 'હું તેને બહાર મોકલી દઈશ,' 'તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.'” |
23171 | MAL 1:13 | વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,' તમે તેની સામે છીંક્યા છો,” સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ, માંદાં પશુઓ લઈને આવો છો, એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?” |
23261 | MAT 2:23 | તે 'નાઝારી કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો. |
23406 | MAT 7:21 | જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. |
23407 | MAT 7:22 | તે દિવસે ઘણાં મને કહેશે કે, 'પ્રભુ, પ્રભુ,' શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? |
23453 | MAT 9:5 | કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે 'તારાં પાપ તને માફ થયાં છે,' અથવા એમ કહેવું કે 'ઊઠીને ચાલ્યો જા?'” |
23461 | MAT 9:13 | પણ, 'બલિદાન કરતાં હું દયા ચાહું છું,' એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.” |
23546 | MAT 11:18 | કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,' તેને દુષ્ટાત્મા વળગ્યો છે.' |
23565 | MAT 12:7 | વળી 'બલિદાન કરતાં હું દયા ચાહું છું,' એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. |
24052 | MAT 24:26 | એ માટે જો તેઓ તમને કહે કે, 'જુઓ, તે અરણ્યમાં છે,' તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,' તો માનતા નહિ. |
24198 | MAT 26:75 | જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, 'મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,' તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો. |
24244 | MAT 27:46 | આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?' |
24274 | MAT 28:10 | ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે. |
24620 | MRK 9:13 | પણ હું તમને કહું છું કે, 'એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું,' |
24625 | MRK 9:18 | જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,' |
24709 | MRK 10:52 | ઈસુએ તેને કહ્યું કે 'જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. |
24737 | MRK 11:28 | તેઓએ ઈસુને પૂછ્યું કે, 'કયા અધિકારથી તું આ કામો કરો છો,' અથવા 'કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?' |
25102 | LUK 3:8 | તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,' કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.' |
25199 | LUK 5:23 | વધારે સહેલું કયું છે, 'તારાં પાપ તને માફ થયાં છે,' એમ કહેવું કે, 'ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?' |
25212 | LUK 5:36 | ઈસુએ તેઓને એક દ્વષ્ટાંત પણ કહ્યું કે,' નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના કપડાંને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે. |
25322 | LUK 8:8 | વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,' એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.' |
25489 | LUK 11:15 | પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે ભૂતોને કાઢે છે,' |
25622 | LUK 13:35 | જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે 'પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,' ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.' |
25756 | LUK 17:36 | ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,' |
25788 | LUK 18:31 | ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. |
25799 | LUK 18:42 | ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' |
25808 | LUK 19:8 | જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,' |
25905 | LUK 21:10 | ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,' પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; |
25944 | LUK 22:11 | ઘરના માલિકને કહેજો કે,' ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? |
26047 | LUK 23:43 | ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,' આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.' |
26050 | LUK 23:46 | ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,' ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;' તેમણે એમ કહીને પ્રાણ છોડ્યો. |
26136 | JHN 1:23 | તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે 'પ્રભુનો માર્ગ તૈયાર કરો,' તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું.” |
26151 | JHN 1:38 | ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, 'તમે શું શોધો છો?' તેઓએ તેમને કહ્યું, 'રાબ્બી 'એટલે ગુરુજી,' તમે ક્યાં રહો છો?' |
26264 | JHN 4:39 | જે સ્ત્રીએ સાક્ષી આપી કે, 'મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,' તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. |
26291 | JHN 5:12 | તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, 'બિછાનું ઊંચકીને ચાલ,' તે માણસ કોણ છે?” |
26550 | JHN 9:41 | ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, 'અમે દેખતા છીએ,' માટે તમારું પાપ કાયમ રહે છે.” |
26841 | JHN 17:13 | હવે હું તમારી પાસે આવું છું; 'તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,' માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. |
26860 | JHN 18:6 | એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, 'તે હું છું,' ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા. |
26863 | JHN 18:9 | એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; 'જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી,' |
26885 | JHN 18:31 | ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,' યહૂદીઓએ તેમને કહ્યું કે, 'કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.' |
26915 | JHN 19:21 | તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો. |
27090 | ACT 3:25 | તમે પ્રબોધકોના સંતાન છો, અને 'ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,' એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો. |
27222 | ACT 7:37 | જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, 'ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભા કરશે,' તે એ જ છે. |
27746 | ACT 21:14 | જયારે તેણે માન્યું નહિ, ત્યારે 'પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,' એવું કહીને અમે શાંત રહ્યા. |
27867 | ACT 25:3 | તેઓએ પાઉલ વિશે તેને એવી માંગણી કરી કે, 'તેને યરુશાલેમ તેડાવી મંગાવ,' એ હેતુથી કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે. |
28264 | ROM 10:8 | પણ તે શું કહે છે? કે, 'એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે,' એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે |
28482 | 1CO 3:4 | કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, 'હું પાઉલનો છું,' અને બીજો કહે છે કે 'હું આપોલસનો છું,' ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી? |
28705 | 1CO 12:3 | માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, 'ઈસુ પ્રભુ છે,' એવું કહી શકતો નથી. |
28767 | 1CO 14:21 | નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, 'અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,' એમ પ્રભુ કહે છે. |
28983 | 2CO 6:17 | માટે, 'તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,' એમ પ્રભુ કહે છે, 'અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, |
29619 | COL 4:10 | મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, 'તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,' |
30084 | HEB 4:3 | આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, 'મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,' જોકે કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલાં હતાં. |
30102 | HEB 5:5 | એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,' તેમણે તેમને તે સન્માન આપ્યું. |
30133 | HEB 7:2 | અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો 'ન્યાયીપણાનો રાજા,' પછી 'શાલેમનો રાજા,' એટલે 'શાંતિનો રાજા' છે. |
30230 | HEB 10:30 | કેમ કે 'બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.' ત્યાર બાદ ફરી, 'પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,' એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ. |
30257 | HEB 11:18 | 'ઇસહાકથી તારો વંશ ગણાશે,' તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું. |