11891 | 2CH 32:11 | 'ઈશ્વર અમારા પ્રભુ અમને આશૂરના રાજાના હાથમાંથી બચાવશે', એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે. |
23044 | ZEC 7:13 | ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; 'તે જ પ્રમાણે', તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ. |
23270 | MAT 3:9 | તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, 'ઇબ્રાહિમ અમારા પિતા છે', કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે. |
23324 | MAT 5:21 | 'હત્યા ન કર', જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે; |
23325 | MAT 5:22 | પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને 'બેવકૂફ' કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે 'તું મૂર્ખ છે', તે નરકાગ્નિના જોખમમાં આવશે. |
23330 | MAT 5:27 | 'વ્યભિચાર ન કરો', એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે; |
23334 | MAT 5:31 | 'જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે', એમ પણ કહેલું હતું, |
23336 | MAT 5:33 | વળી, 'તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર', એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. |
23341 | MAT 5:38 | 'આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત', તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. |
23346 | MAT 5:43 | 'તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર', તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. |
23382 | MAT 6:31 | માટે 'અમે શું ખાઈશું', 'શું પીશું' અથવા 'શું પહેરીશું' એમ કહેતાં ચિંતા ન કરો. |
25967 | LUK 22:34 | પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.' |
25970 | LUK 22:37 | કેમ કે હું તમને કહું છું કે, 'તે અપરાધીઓની સાથે ગણાયો', એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.' |
27083 | ACT 3:18 | પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, 'તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે', તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું. |
28030 | ROM 1:32 | 'આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે', એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે. |
28108 | ROM 4:18 | આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, 'તારો વંશ એવો થશે', તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય. |
29185 | GAL 3:16 | હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ 'તારા સંતાનને', એમ એક વિષે [કહે છે] તે તો ખ્રિસ્ત છે. |
29691 | 1TH 5:3 | કેમ કે જયારે લોકો કહેશે કે, 'શાંતિ તથા સલામતી છે', ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ. |