Wildebeest analysis examples for:   guj-guj2017   (    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

249  GEN 10:14  પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
298  GEN 11:31  તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની)ને લઈને ઉર જે કાસ્દીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.
569  GEN 22:21  તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ (અરામનો પિતા),
588  GEN 23:16  ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા (અંદાજે સાતસો એંસી રૂપિયા) એફ્રોનને ચૂકવ્યા.
1399  GEN 46:12  યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);
1565  EXO 2:10  પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ 'મૂસા' (એટલે પાણીમાંથી બહાર કાઢેલો) રાખ્યું.”
1577  EXO 2:22  તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ (એટલે વિદેશી) પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
1659  EXO 6:3  અને 'સર્વસમર્થ ઈશ્વર' એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, (યહોવા) એ મારા નામની જાણકારી તેઓને ન હતી.
1990  EXO 17:6  જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. (એટલે ત્યાં પાણીનું વહેણ થયું.)
1991  EXO 17:7  મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ (પુરાવો) અને મરીબાહ (ઝઘડો) રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવા અમારી વચ્ચે છે કે નહિ?
3420  LEV 23:17  તમારે તમારાં ઘરમાંથી ખમીર નાખીને બનાવેલી બે દશાંશ એફાહની (સોળ વાટકા) મેંદાની બે રોટલી લાવવી. એ યહોવાહને તમારા પાકના પ્રથમ ફળનું અર્પણ છે.
4098  NUM 13:22  તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માય હતા. (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.)
4158  NUM 15:4  ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન (ચોથા ભાગના) તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું.
4520  NUM 26:29  મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ (માખીર ગિલ્યાદનો પિતા હતો), ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
4570  NUM 27:14  કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે (કાદેશમાં મરીબાહનાં પાણી) મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
4758  NUM 32:38  એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલમેઓન (પછી તેઓના નામ બદલીને) તથા સિબ્માહ બાંધ્યાં. જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં.
4950  DEU 2:10  (અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
4986  DEU 3:9  (સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે);
4990  DEU 3:13  ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. (તે રફાઈઓનો દેશ કહેવાય છે).
4996  DEU 3:19  પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર (હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે), જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
5054  DEU 4:48  આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત (જે હેર્મોન પર્વત) સુધી,
5060  DEU 5:5  (તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા). યહોવાહે કહ્યું.
5910  JOS 3:15  કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા (યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી)
6135  JOS 12:3  સિહોને પૂર્વ તરફ કિન્નેરોથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર (ખારા સમુદ્ર) સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
6159  JOS 13:3  (જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો પ્રદેશ.)
6168  JOS 13:12  બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો (જે રફાઈઓમાંના બાકી રહેલા હતા) તેઓને મૂસાએ તરવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
6204  JOS 14:15  હવે હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું. (આર્બા તો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો) અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયાં. શાંતિનો પ્રસાર થયો.
6212  JOS 15:8  પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
6213  JOS 15:9  પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી અંકાયેલી હતી.
6214  JOS 15:10  પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
6229  JOS 15:25  હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
6253  JOS 15:49  દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
6258  JOS 15:54  હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
6264  JOS 15:60  કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
6308  JOS 18:13  ત્યાંથી આગળ લૂઝ (એટલે બેથેલ) ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
6309  JOS 18:14  એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ (એટલે, કિર્યાથ-યારીમ) આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
6312  JOS 18:17  તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા (તે રુબેનનો પુત્ર હતો) સુધી ગઈ.
6323  JOS 18:28  સેલા, એલેફ, યબૂસી (એટલે યરુશાલેમ), ગિબ્યાથ, કિર્યાથ. તેઓના ગામો સહિત કુલ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના કુટુંબો માટે એ વારસો હતો.
6381  JOS 20:7  તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન),
6394  JOS 21:11  ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા (અનાકના પિતાનું નગર), એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
6462  JOS 22:34  રુબેનીઓ અને ગાદીઓએ તે વેદીનું નામ “સાક્ષી” (એદ) પાડયું, કેમ કે તેઓએ કહ્યું કે, “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ પ્રભુ છે.”
6521  JDG 1:10  હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે તેઓ આગળ વધ્યા (અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું), તેઓએ શેશાય, અહીમાન તથા તાલ્માયને નષ્ટ કર્યા.
6522  JDG 1:11  ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા (અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું).
6525  JDG 1:14  હવે ઓથ્નીએલને આસ્ખાએ સમજાવ્યો કે તે, તેના (આખ્સાનાં) પિતાને કહે કે તે તેને ખેતર આપે. આખ્સાહ પોતાના ગધેડા પરથી ઊતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, “દીકરી તારા માટે હું શું કરું?”
6527  JDG 1:16  મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં (જે નેગેબમાં છે), અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા.
6534  JDG 1:23  તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. (અગાઉ તે નગરનું નામ લૂઝ હતું).
6543  JDG 1:32  તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું (જેઓ તે દેશમાં રહ્યા) કેમ કે તેણે તેઓને દૂર કર્યા નહિ.
6618  JDG 4:17  પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર (કેનીના) કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
6902  JDG 13:16  ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, “જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ.” (માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે).
7036  JDG 19:10  પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ (એટલે યરુશાલેમ) પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.
7084  JDG 20:28  એલાઝારનો દીકરો (હારુનનો દીકરો) ફીનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું, “શું અમે બિન્યામીનીઓ કે, જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહિ?” ઈશ્વરે કહ્યું, “હુમલો કરો” કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ.”
7123  JDG 21:19  તેથી તેઓએ કહ્યું, “તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, (જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનોનની દક્ષિણે આવેલુ હતું).”
7168  RUT 2:17  તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ (લગભગ વીસ કિલો) જવ નીકળ્યા.
7238  1SA 1:24  તેણે તેનું દૂધ છોડાવ્યું ત્યાર પછી, તેણે તેને પોતાની સાથે લીધો, ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ (આશરે ૨૦ કિલો) લોટ, એક કૂંડીમાં દ્રાક્ષાસવ પણ લીધો, આ બધું તેઓ શીલોમાં ઈશ્વરના ઘરમાં લાવ્યા. બાળક હજી નાનો હતો.
7402  1SA 9:9  (અગાઉ ઇઝરાયલમાં, જયારે કોઈ માણસ ઈશ્વરની સલાહ લેવા જતો, તે કહેતો, “ચાલો, આપણે પ્રેરક પાસે જઈએ.” કેમ કે આજના પ્રબોધક અગાઉ પ્રબોધક કહેવાતા હતા).
7420  1SA 9:27  જયારે નગરના છેડા આગળ તેઓ જતા હતા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ચાકરને કહે કે, તે આપણી આગળ ચાલ્યો જાય અને (ચાકર ચાલ્યો ગયો), પણ તું હમણાં ઊભો રહે, કે હું તને ઈશ્વરનું વચન કહી સંભળાવું.”
7493  1SA 13:6  જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે (કેમ કે લોકો દુઃખી હતા), ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.
7808  1SA 22:18  પછી રાજાએ દોએગને કહ્યું, “પાછો ફરીને યાજકોને મારી નાખ.” તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.
8125  2SA 4:2  શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાના, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા (તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું,
8180  2SA 6:20  દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. (દાઉદની પત્ની) શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, “આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!”
8266  2SA 11:4  દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો (તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી). પછી તે પોતાને ઘરે પાછી ગઈ.
8599  2SA 21:16  અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ (ચોત્રીસ કિલો પાંચ ગ્રામ) હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઇરાદો દાઉદને મારી નાખવાનો હતો.
8719  2SA 24:24  રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ (૫૭૫ ગ્રામ) ચાંદી આપીને ઘઉં ઝૂડવાની જમીન તથા બળદોને ખરીદી લીધા.
9352  1KI 18:8  એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક (આહાબ)ને કહે, 'જો, એલિયા અહીં છે.”
9442  1KI 20:31  બેન-હદાદના ચાકરોએ તેને કહ્યું, “જો, હવે અમે સાંભળ્યું છે, કે ઇઝરાયલના રાજાઓ દયાળુ હોય છે. કૃપા કરીને આપણે કમરે ટાટ (શોકના વસ્રો) પહેરીએ અને માથા પર દોરડાં વીટીંને ઇઝરાયલના રાજા પાસે જઈએ, કદાચ તે તારો જીવ બચાવે.”
9521  1KI 22:38  સમરુનના તળાવને કિનારે (જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી) રથ ધોયો અને યહોવા જે બોલ્યા હતા તે પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું.
9809  2KI 10:12  પછી યેહૂ ઊઠીને ચાલ્યો ગયો. તે સમરુનમાં ભરવાડોના કાતરણીના ઘર (બેથ એકેદ) આગળ આવી પહોંચ્યો,
9811  2KI 10:14  યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના (બેથ એકેદ) કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
9828  2KI 10:31  તો પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર (યહોવાહ)ના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહિ. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલું રાખ્યું.
10268  1CH 1:12  પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
10283  1CH 1:27  અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).
10290  1CH 1:34  ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા.
10411  1CH 4:22  યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. (માહિતી પુરાતન લેખોને આધારે છે.)
10562  1CH 7:23  એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા (ભાગ્યહીન) રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
10637  1CH 9:18  એ સમયે તે (શાલ્લુમ) રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.
10681  1CH 11:4  દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ (એટલે યબૂસ) ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
10823  1CH 15:27  દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
10973  1CH 22:4  અને ઢગલાબંધ એરેજકાષ્ઠ પણ એકઠાં કર્યા. (સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.)
11092  1CH 26:10  મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી (જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો).
11173  1CH 29:4  ભક્તિસ્થાનની ઈમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું (એકસો દસ ટન) અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી (બસો સાઠ ટન);
11226  2CH 2:9  જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ (એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ.”
11251  2CH 3:17  તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ (બળ) રાખ્યું.
11594  2CH 20:2  કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર (એટલે કે એન-ગેદીમાં) છે.
11601  2CH 20:9  'આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તરવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને (તમારું નામ આ ઘરમાં છે માટે) તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.'
11618  2CH 20:26  ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા (આશીર્વાદની ખીણ) પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
11715  2CH 25:6  તેણે એકસો તાલંત ચાંદી (ત્રણ હજાર ચારસો કિલો ચાંદી) આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.
11889  2CH 32:9  તે પછી, આશૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા (તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો) તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,
12001  2CH 36:3  મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો (3,400 કિલોગ્રામ ચાંદી) અને એક તાલંત સોનાનો (34 કિલોગ્રામ સોનું) કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
12407  NEH 6:1  હવે જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, (જોકે તે વખત સુધી મેં દરવાજાઓનાં બારણાં બેસાડ્યાં નહોતાં)
12488  NEH 7:63  યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. (બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.)
12862  EST 9:24  કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી.
16888  PRO 15:11  શેઓલ તથા અબદોન (વિનાશ) યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?
17685  SNG 6:1  હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, (અમને કહે) જેથી અમે તારી સાથે તેને શોધીએ?
19494  JER 20:3  બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે (સર્વત્ર ભય) એવું પાડ્યું છે.
20687  EZK 8:14  ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ (અક્કાદી પ્રજાનો દેવ) માટે રડતી બેઠેલી હતી.
20993  EZK 20:29  મેં તેઓને કહ્યું; 'જે ઉચ્ચસ્થાને તમે અર્પણ લાવો છો તેનો હેતુ શો છે?' તેથી તેનું નામ આજ સુધી બામાહ (ઉચ્ચસ્થાન) પડ્યું છે.”'
21654  EZK 43:13  વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: (એક હાથ અને ચાર આંગળાનો સમજવો;) વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
21853  DAN 2:26  રાજાએ દાનિયેલને (જેનું નામ બેલ્ટશાસ્સાર હતું) તેને કહ્યું, “મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?”
22088  DAN 10:4  પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ (તીગ્રિસ) નદીને કિનારે હતો,
22584  OBA 1:5  જો ચોરો તારી પાસે આવે, જો રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે (અરે તું કેવો નષ્ટ થયો છે.) તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહિ જાય.? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે તો, તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહિ મૂકે?