73 | GEN 3:17 | તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે. |
311 | GEN 12:12 | મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, 'આ તેની પત્ની છે' તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે. |
1659 | EXO 6:3 | અને 'સર્વસમર્થ ઈશ્વર' એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, (યહોવા) એ મારા નામની જાણકારી તેઓને ન હતી. |
1695 | EXO 7:9 | “જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે 'કોઈ ચમત્કાર બતાવો.' ત્યારે તું હારુનને કહેજે કે, 'તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે' એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે.” |
2330 | EXO 28:36 | પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર 'યહોવાહને પવિત્ર' એમ કોતરાવવું. |
5939 | JOS 5:3 | પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને 'અગ્રચર્મની ટેકરી' કહેવામાં આવી. |
6004 | JOS 7:26 | અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવા પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ 'આખોરની ખીણ' એવું પડયું જે આજ સુધી છે. |
6061 | JOS 9:22 | યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે, જયારે તમે અહીંયાં અમારી વચ્ચે રહો છો તેમ છતાં 'અમે તમારાથી ઘણાં દૂર છીએ' કહીને તમે અમને કેમ છેતર્યા? |
7519 | 1SA 14:9 | જો તેઓ આપણને એમ કહેશે, 'જ્યાં સુધી અમે તમારી પાસે આવીએ ત્યાં સુધી ઊભા રહો' તો આપણે આપણી જગ્યાએ રહીશું અને તેઓની પાસે નહિ જઈએ. |
8143 | 2SA 5:8 | યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, “સૈનિકો તે પાણીના નાળામાં થઈને ઉપર ચઢી જાઓ, 'અંધ તથા અપંગ,' યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે.” તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે , “અંધ તથા અપંગ' તે રાજમહેલમાં આવી શકતા નથી.” |
8939 | 1KI 7:2 | તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ 'લબાનોન વનગૃહ' રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે એરેજકાષ્ટના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું. |
10060 | 2KI 18:32 | ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહિ.' જયારે હિઝકિયા તમને સમજાવે કે, 'યહોવાહ આપણને બચાવશે' તો તેનું સાંભળશો નહિ. |
10892 | 1CH 17:24 | જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, 'સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે' હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ. |
11613 | 2CH 20:21 | જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા 'ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે' એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા.” |
11681 | 2CH 23:20 | યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના 'ઉપલા દરવાજાથી' તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. |
11728 | 2CH 25:19 | તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?” |
12755 | EST 3:4 | તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે' હું યહૂદી છું. |
13779 | JOB 37:6 | તેમણે બરફને કહ્યું, 'પૃથ્વી પર પડો' તે જ રીતે વરસાદને વરસવાનું, અને 'પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.' |
17881 | ISA 8:4 | કેમ કે બાળક રડતાં શીખે તે પહેલા, 'મારા પિતા' અને 'મારી મા,' એમ કહેવાની સમજણ આવશે તે પહેલાં દમસ્કસની સંપત્તિ અને સમરુનની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.” |
18608 | ISA 44:5 | એક કહેશે, 'હું યહોવાહનો છું' અને બીજો યાકૂબનું નામ ધારણ કરશે; તથા ત્રીજો પોતાના હાથ પર 'યહોવાહને અર્થે' એવું લખાવશે અને 'ઇઝરાયલના નામથી' બોલાવાશે.” |
18631 | ISA 44:28 | તે કોરેશ વિષે કહે છે, 'તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે' વળી તે યરુશાલેમ વિષે કહે છે, 'તું ફરી બંધાઈશ' અને સભાસ્થાન વિષે કહે છે, 'તારો પાયો નાખવામાં આવશે.'” |
19022 | JER 1:7 | પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ' તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે. |
19087 | JER 3:16 | વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે 'યહોવાહના કરારકોશ' વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.' |
19101 | JER 4:5 | આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ' |
19129 | JER 5:2 | જો કે, 'જીવતા યહોવાહના સમ' એમ કહીને તેઓ સમ ખાય છે. તેઓ ખોટી પ્રતિજ્ઞા લે છે. |
19416 | JER 16:11 | ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, 'તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો' 'અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું. |
19506 | JER 20:15 | 'તને દીકરો થયો છે' એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ. |
19519 | JER 21:10 | કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે' એમ યહોવાહ કહે છે. 'તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે. |
19563 | JER 23:10 | કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે. આ કારણે દેશ શોક કરે છે. જંગલમાંનાં બીડો સુકાઈ ગયાં છે. આ પ્રબોધકોનો' માર્ગ દુષ્ટ છે; અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી. |
19713 | JER 29:9 | કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી' એમ યહોવાહ કહે છે. |
19715 | JER 29:11 | કેમ કે તમારા માટે મારા જે ઈરાદાઓ હું રાખું છું તે હું જાણું છું' એમ યહોવાહ કહે છે. તે ઈરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે 'વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે. |
19718 | JER 29:14 | યહોવાહ કહે છે, હું તમને મળીશ' અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે' 'ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.' એમ યહોવાહ કહે છે. |
19723 | JER 29:19 | આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ' એમ યહોવાહ કહે છે. 'પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.' એમ યહોવાહ કહે છે. |
19747 | JER 30:11 | કેમ કે યહોવાહ કહે છે હું તમને બચાવવા સારુ તમારી સાથે છું' અને તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા છે તે લોકોનો પણ હું સંપૂર્ણ રીતે વિનાશ કરીશ. તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને ન્યાયની રૂએ શિક્ષા કરીશ અને નિશ્ચે તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.' |
19860 | JER 33:16 | તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે તથા યરુશાલેમ નિર્ભય રહેશે. 'યહોવાહ આપણું ન્યાયીપણું' એ નામથી તેઓ ઓળખાશે.”' |
19940 | JER 36:29 | પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે' એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે. |
20104 | JER 44:25 | સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું' એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો. |
20416 | LAM 2:15 | જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો 'સુંદરતાની સંપૂર્ણતા' તથા 'આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?” |
20589 | EZK 3:18 | જ્યારે હું દુષ્ટને કહું કે, 'તું નિશ્ચે માર્યો જશે' જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ. |
20771 | EZK 12:22 | “હે મનુષ્યપુત્ર, ' દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે' એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે? |
20969 | EZK 20:5 | તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: “જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, 'હું યહોવાહ તમારો ઈશ્વર છું' |
21419 | EZK 35:6 | તેથી પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ' 'હું તને રક્તપાત માટે તૈયાર કરીશ, રક્તપાત તારી પાછળ લાગશે. તેં રક્તપાતનો ધિક્કાર કર્યો નથી, માટે રક્તપાત તારી પાછળ લાગશે. |
21806 | EZK 48:35 | નગરની ચારેતરફનું માપ અઢાર હજાર હાથ થાય, અને તે દિવસથી તે નગરનું નામ 'યહોવાહ શામ્માહ' એટલે “યહોવાહ ત્યાં છે. “એવું પડશે. |
22059 | DAN 9:2 | તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, 'યહોવાહની જે વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી' તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો. |
22190 | HOS 2:18 | આ યહોવાહની ઘોષણા છે કે, “તે દિવસે એવું થશે” “કે તે મને 'મારા પતિ' કહીને બોલાવશે, ફરીથી 'મારા બાલ' એવું કહીને નહિ બોલાવશે. |
22868 | ZEP 1:12 | તે સમયે એવું થશે કે, જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે, 'યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે' એવું માનનારા માણસોને, તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ. |
22922 | HAG 1:13 | પછી યહોવાહના સંદેશવાહક હાગ્ગાયે યહોવાહનો સંદેશો લોકોને આપીને કહ્યું કે, “'હું તમારી સાથે છું' આ યહોવાહની ઘોષણા છે!” |
22928 | HAG 2:4 | હવે, યહોવાહ કહે છે, હે ઝરુબ્બાબેલ, બળવાન થા' યહોસાદાકના દીકરા હે યહોશુઆ, પ્રમુખ યાજક, 'બળવાન થા;' યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો!' તમે બળવાન થાઓ- 'અને કામ કરો કેમ કે હું તમારી સાથે છું,' આ સૈન્યોના યહોવાહ કહે છે. |
22947 | HAG 2:23 | તે દિવસે' સૈન્યોના યહોવાહ એવું કહે છે' મારા સેવક, શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલ હું તને લઈ લઈશ. 'હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે.' 'એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે!” |
22991 | ZEC 3:10 | સૈન્યોના યહોવાહ કહે છે, તે દિવસે' તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો.'” |
23102 | ZEC 11:5 | (તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો કે અમે શ્રીમંત છીએ' તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.) |
23162 | MAL 1:4 | જો અદોમ કહે કે, “અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;” તોપણ સૈન્યોના યહોવાહ કહે, “તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે' એવું કહેશે. |
23264 | MAT 3:3 | કારણ કે જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો' તે એ જ છે.' |
23382 | MAT 6:31 | માટે 'અમે શું ખાઈશું', 'શું પીશું' અથવા 'શું પહેરીશું' એમ કહેતાં ચિંતા ન કરો. |
23910 | MAT 21:15 | પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે 'દાઉદના દીકરાને હોસાન્ના' પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. |
24158 | MAT 26:35 | પિતર તેને કહે છે કે, 'જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ. બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું' |
24172 | MAT 26:49 | તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, 'ગુરુજી સલામ' અને તે તેમને ચૂમ્યો; |
24206 | MAT 27:8 | તે માટે આજ સુધી તે ખેતર 'લોહીનું ખેતર' કહેવાય છે. |
24231 | MAT 27:33 | તેઓ ગલગથા એટલે કે, 'ખોપરીની જગા' કહેવાય છે, ત્યાં પહોંચ્યા. |
24617 | MRK 9:10 | તેઓએ તે સૂચના મનમાં રાખીને 'મૃત્યુમાંથી પાછા ઊઠવું' એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી. |
24706 | MRK 10:49 | ઈસુએ ઊભા રહીને કહ્યું કે, 'તેને બોલાવો' અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, 'હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.' |
24723 | MRK 11:14 | ઈસુએ તેને કહ્યું કે, 'હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય' અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. |
24917 | MRK 15:22 | ગલગથા નામની જગ્યા, જેનો અર્થ 'ખોપરીની જગ્યા' છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. |
25293 | LUK 7:29 | એ સાંભળીને બધા લોકોએ તથા જકાત ઉઘરાવનારાઓ સહિત જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ 'ઈશ્વર ન્યાયી છે' એમ કબૂલ કર્યું. |
25956 | LUK 22:23 | તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે' આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?' |
26278 | JHN 4:53 | તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે' તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. |
26281 | JHN 5:2 | હવે યરુશાલેમમાં 'ઘેટાંનો દરવાજો' નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. |
26531 | JHN 9:22 | તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, 'તે ખ્રિસ્ત છે' એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. |
26584 | JHN 10:34 | ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, 'તમે અન્ય દેવો છો' એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? |
26930 | JHN 19:36 | કેમ કે, 'તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ' એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું; |
27982 | ACT 28:15 | રોમમાંના [વિશ્વાસી] ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા 'ત્રણ ધર્મશાળા' નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી. |
28249 | ROM 9:26 | અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, ત્યાં તેઓ 'જીવતા ઈશ્વરના દીકરાઓ' કહેવાશે.” |
28250 | ROM 9:27 | વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે 'ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે' |
28443 | 1CO 1:12 | એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, 'હું તો પાઉલનો;' [કોઈ કહે છે કે,] 'હું તો આપોલસનો' [કોઈ કહે છે કે,] 'હું તો કેફાનો;' અને [કોઈ કહે છે કે,] 'હું તો ખ્રિસ્તનો છું.' |
29099 | 2CO 12:9 | પણ તેમણે મને કહ્યું કે 'તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે' એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે. |
29483 | PHP 2:25 | તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે' તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ; |
29848 | 1TI 5:18 | કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, 'કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ' અને 'કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે'. |
30133 | HEB 7:2 | અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો 'ન્યાયીપણાનો રાજા,' પછી 'શાલેમનો રાજા,' એટલે 'શાંતિનો રાજા' છે. |
30170 | HEB 8:11 | હવે પછી 'પ્રભુને ઓળખ' એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને [પ્રભુને] ઓળખશે. |
30172 | HEB 8:13 | તો, 'નવો કરાર' એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. |
30306 | HEB 12:27 | 'ફરી એક વારનો' અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે. |
30505 | 1PE 3:14 | જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ' અને ગભરાઓ પણ નહિ. |
30809 | REV 2:24 | પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તે શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના 'ઊંડા મર્મો' (જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ; |
30952 | REV 11:12 | તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે 'તમે અહીં ઉપર આવો' અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા. |
30964 | REV 12:5 | 'તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો' જે નરબાળક સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. |
31097 | REV 19:11 | પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે 'વિશ્વાસુ તથા સત્ય' છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. |
31099 | REV 19:13 | લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે. |