Wildebeest analysis examples for:   guj-guj2017   'Word,    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

2123  EXO 22:8  જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: 'આ મારું છે.' પણ બીજો કહે: 'ના, આ મારું છે.' તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું.
3098  LEV 13:45  જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, 'અશુદ્ધ, અશુદ્ધ.'
4387  NUM 22:11  'જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.'”
4424  NUM 23:7  બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, “મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. 'તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.' 'આવ, ઇઝરાયલને તુચ્છકાર.'
6628  JDG 5:3  'રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
7287  1SA 3:9  માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, 'બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.”' જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.
7456  1SA 11:9  જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, “તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો, 'કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે.” તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.
7580  1SA 15:18  ઈશ્વરે તને તારા માર્ગે મોકલીને કહ્યું, 'જા, તે પાપી અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર, તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.'
7700  1SA 18:22  શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, 'દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, 'જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા.”'
7753  1SA 20:21  અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, 'જા બાણો શોધી કાઢ.' જો હું જુવાન છોકરાંને કહું કે, 'જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;” કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.
7754  1SA 20:22  “પણ જો હું તે જુવાન માણસને કહું કે, 'જો, બાણો તારી પેલી તરફ છે,' તો તારે રસ્તે ચાલ્યો જજે, કેમ કે ઈશ્વરે તને વિદાય કર્યો છે.
7851  1SA 24:10  દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, 'જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?'
8300  2SA 12:11  ઈશ્વર કહે છે કે, 'જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
8376  2SA 14:17  પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, 'ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.' ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
8842  1KI 3:23  પછી રાજાએ કહ્યું, “એક કહે છે, 'આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.' અને બીજી કહે છે, 'ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.'”
9142  1KI 11:31  પછી તેણે યરોબઆમને કહ્યું કે, “આમાંથી દસ ટુકડાં લે, કારણ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, 'જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને દસ કુળ આપીશ.
9189  1KI 13:2  ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવા કહે છે; 'જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.'”
9190  1KI 13:3  પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: 'જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
9352  1KI 18:8  એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક (આહાબ)ને કહે, 'જો, એલિયા અહીં છે.”
9358  1KI 18:14  અને હવે તું કહે છે, 'જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,' આથી તે મને મારી નાખશે.”
9475  1KI 21:21  યહોવા કહે છે કે, 'જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
9673  2KI 5:22  ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, 'જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.”
10119  2KI 20:17  'જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે.
10169  2KI 22:20  'જો, હું તને તારા પિતૃઓ ભેગો મેળવી દઈશ, તું શાંતિમાં પોતાની કબરમાં જશે. જે સઘળી આપત્તિ હું આ દેશ અને તેના રહેવાસીઓ પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ.” તેઓ આ ખબર લઈને રાજા પાસે પાછા ગયા.
11728  2CH 25:19  તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?”
11962  2CH 34:24  “ઈશ્વર કહે છે કે, 'જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
11966  2CH 34:28  'જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.'”'” આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
13930  JOB 42:4  તમે મને કહ્યું હતું, 'સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.'
18303  ISA 30:16  ઊલટું તમે કહ્યું, 'ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
18488  ISA 39:6  'જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.
19491  JER 19:15  “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”
19681  JER 27:16  વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, 'જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.'
19721  JER 29:17  સૈન્યોના યહોવાહ કહે છે કે; 'જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.
19766  JER 31:6  કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, 'ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ.”'
19807  JER 32:7  'જો, તારા કાકા શાલ્લુમનો દીકરો હનામેલ તારી પાસે આવીને તને કહેશે કે, અનાથોથનું મારું જે ખેતર છે તે તું વેચાતું લે, કેમ કે મૂલ્ય આપી ખરીદવાનો તારો હક્ક છે."”'
19815  JER 32:15  કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, એવો સમય આવશે કે જે સમયે 'ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.”
19903  JER 35:11  પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, 'ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
19909  JER 35:17  તેથી યહોવાહ, સૈન્યોના ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જુઓ, હું જે આફતો લાવવા બોલ્યો છું તે બધી હું યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પર ઉતારીશ. કેમ કે, મેં તેઓને કહ્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. અને મેં તેઓને હાકલ કરી ત્યારે તેઓએ મને જવાબ આપ્યો નહિ.”'
20076  JER 43:10  પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ''સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; 'જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.''
20109  JER 44:30  યહોવાહ કહે છે; 'જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.'''
20151  JER 48:2  મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે 'ચાલો, આપણે તેને રાષ્ટ્ર તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.'
20240  JER 50:5  તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, 'આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવાહ સાથેના સંબંધમાં જોડાઈએ.
21098  EZK 23:22  માટે, ઓહોલીબાહ, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'જો, હું તારા પ્રેમીઓને તારી વિરુદ્ધ કરીશ. જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે, તેઓને હું ચારેબાજુથી તારી વિરુદ્ધ લાવીશ.
21104  EZK 23:28  કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: 'જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ.
21968  DAN 5:25  તે લખાણ આ છે: 'મેને, મેને, તકેલ, ઉફાર્સીન.'
22548  AMO 7:15  હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, 'જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.'
22974  ZEC 2:10  યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ 'વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે-
23251  MAT 2:13  તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'
23258  MAT 2:20  'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'
23406  MAT 7:21  જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.
23407  MAT 7:22  તે દિવસે ઘણાં મને કહેશે કે, 'પ્રભુ, પ્રભુ,' શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં?
23538  MAT 11:10  જેનાં સંબંધી એમ લખેલું છે કે, 'જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.'
23547  MAT 11:19  માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે કે, 'જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, જકાત ઉઘરાવનારનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'”
23635  MAT 13:27  ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, 'સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?'
23637  MAT 13:29  પણ તેણે કહ્યું, 'ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.
23729  MAT 15:27  તે સ્ત્રીએ કહ્યું કે, 'ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.'
23773  MAT 17:4  પિતરે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.'
23776  MAT 17:7  ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, 'ઊઠો, અને બીશો નહિ.'
23794  MAT 17:25  પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?'
23847  MAT 19:16  ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?'
23858  MAT 19:27  ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, 'જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?'
23894  MAT 20:33  તેઓએ તેમને કહ્યું કે, 'પ્રભુ, અમારી આંખો ઉઘાડો.'
23911  MAT 21:16  તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
23945  MAT 22:4  ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, 'આમંત્રિતોને કહો, 'જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.
24052  MAT 24:26  એ માટે જો તેઓ તમને કહે કે, 'જુઓ, તે અરણ્યમાં છે,' તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,' તો માનતા નહિ.
24097  MAT 25:20  ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, 'માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.'
24098  MAT 25:21  ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.'
24099  MAT 25:22  જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, 'માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.'
24100  MAT 25:23  તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ, તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.'
24114  MAT 25:37  ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?'
24121  MAT 25:44  ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?'
24145  MAT 26:22  ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, 'પ્રભુ, શું તે હું છું?'
24148  MAT 26:25  ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, 'ગુરુજી, શું તે હું છું?' ઈસુ તેને કહે છે કે, 'તેં પોતે જ કહ્યું.'
24173  MAT 26:50  ઈસુએ તેને કહ્યું કે, 'મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.' ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
24244  MAT 27:46  આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'
24261  MAT 27:63  કહ્યું કે, 'સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, 'ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.'
24286  MRK 1:2  જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, 'જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;
24308  MRK 1:24  'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.'
24328  MRK 1:44  અને કહ્યું કે, 'જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.'
24334  MRK 2:5  ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, 'દીકરા, તારાં પાપ માફ થયાં છે.'
24353  MRK 2:24  ફરોશીઓએ તેમને કહ્યું કે, 'જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?'
24391  MRK 3:34  જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, 'જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
24395  MRK 4:3  'સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
24430  MRK 4:38  તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, 'ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?'
24440  MRK 5:7  અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.'
24467  MRK 5:34  ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.'
24560  MRK 7:28  પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'.
24584  MRK 8:15  ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, 'જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.'
24602  MRK 8:33  પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, 'શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.'
24612  MRK 9:5  પિતર ઈસુને કહે છે કે, 'ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.'
24624  MRK 9:17  લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
24645  MRK 9:38  યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.'
24681  MRK 10:24  ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે!
24685  MRK 10:28  પિતર તેમને કહેવા લાગ્યો, 'જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.'
24690  MRK 10:33  'જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે;
24692  MRK 10:35  ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, 'ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.'
24708  MRK 10:51  ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?' અંધ વ્યક્તિએ કહ્યું કે, 'સ્વામી, હું દેખતો થાઉં.'
24709  MRK 10:52  ઈસુએ તેને કહ્યું કે 'જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
24718  MRK 11:9  આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે.
24730  MRK 11:21  પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, 'ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.'