|
28371 | પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી [ખાતો નથી]; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે. | |
31111 | પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું; અને જેઓ ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે મારી નંખાયેલા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને [મેં જોયાં]; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ. |